Sam Bahadur Teaser : ‘સૈમ બહાદુર’ નું Teaser થયું રિલીઝ. દેશની રક્ષા માટે દુશ્મનનો જીવ લેવો એ એક સોલ્જરની ડ્યુટી છે‘, જુસ્સો જોઈને તમે પણ દેશ પ્રેમમાં રંગાઈ જશો.
Sam Bahadur Teaser
વીકી કૌશલ અભિનીત સૈમ બહાદુર ફિલ્મનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું, સૈમ બહાદુર ફિલ્મનું ટીઝર જોતાજ તમારી નસોમાં દેશભક્તિનો જુસ્સો ભરી દેશે. વિક્કી કૌશલની ફિલ્મ સૈમ બહાદુરનું ટીઝરમાં એક્ટિંગ અને ડાયલોગ ડિલિવરી જોરદાર છે, એકવાર જોતા જ તમે વીકી કૌશલના ફેન બની જશો.
સૈમ બહાદુર ફિલ્મ ટીઝર
‘જિંદગી ઉનકી, ઈતિહાસ હમારા..‘ સૈમ બહાદુરનું રુવાંડા ઉભા કરે દે તેવું ટીઝર રીલીઝ: વિકી કૌશલની કડક એક્ટિંગ, આ ફિલ્મનું ટીઝર જોયા બાદ ફેન હવે ફિલ્મની ખુબજ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
જોકે આપણે ફિલ્ડ માર્શલ સૈમ માણેકશા વિશે બાળપણથી વાંચતા આવ્યા છીએ, પરંતુ હવે તેમના પર એક ફિલ્મ આવી રહી છે. આ ફિલ્મની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. આ ફિલ્મમાં વિકી કૌશલ માણેકશાના રોલમાં જોવા મળશે. લોકોને આ (Sam Bahadur Teaser) ટીઝર ખુબ પસંદ આવી રહ્યું છે.
ફિલ્મ ‘સૈમ બહાદુર’ની ટીઝરમાં અભિનેત્રી સાન્યા મલ્હોત્રા અને ફાતિમા સના શેખ પણ જોવા મળી રહી છે. આ ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા સૈમ માનેકશૉની પત્નીનું પાત્ર ભજવતી જોવા મળી રહી છે. ફાતિમા સના શેખ તત્કાલીન પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીની ભૂમિકા ભજવતી જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે, ફિલ્મ ‘સૈમ બહાદુર’ 1 ડિસેમ્બર 2023ના રોજ બોક્સઓફિસ પર રિલીઝ થશે.
હાલ આમ જોવા જઈએ તો બોલીવુડની રોનક પાછી આવી રહી છે, કારણકે થોડા સમય અગાવ શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ અને જવાન ફિલ્મે સારો એવો બિઝનેશ કર્યો હતો તેમજ સની દેઓલની ગદર 2 એ પણ બોક્સ ઓફીસ પર સારી એવી કમાણી કરી હતી. તેમજ ટુક સમયમાં સલમાન ખાનની ટાઇગર 3નું પણ ટીઝર લોન્ચ થવા જઈ રહ્યું છે.
એવામાં આથી 1.26 મિનિટનું આ ટીઝર ખૂબ જ પાવરફુલ લાગે છે. એક સૈનિક માટે તેનું સન્માન તેના જીવ કરતા વધુ મૂલ્યવાન છે. અને એક સૈનિક તેના યુનિફોર્મના સન્માન માટે પોતાનો જીવ પણ આપી શકે છે. સૈમ બહાદુરનું પાવરફુલ ટીઝર આ ડાયલોગથી શરૂ થાય છે. ટીઝરમાં ફિલ્મનો હીરો વિકી કૌશલ જોરદાર પરફોર્મન્સમાં જોવા મળી રહ્યો છે. ભારતીય સેનાના ફિલ્ડ માર્શલના રોલમાં વિકી કૌશલ શાનદાર લાગી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે ગઈકાલે વિકી કૌશલે ફિલ્મના નવા પોસ્ટરની સાથે ફિલ્મના ટીઝરની જાહેરાત કરી હતી. ત્યારથી ચાહકો ફિલ્મના ટીઝરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ‘સૈમ બહાદુર’નું ટીઝર સામે આવ્યા બાદ હવે તેની ચર્ચા દરેક જગ્યાએ જોરશોરથી થઈ રહી છે.
સૈમ બહાદુરની સ્ટોરી 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધની છે. આ યુદ્ધ દરમિયાન ભારતના પ્રથમ ફિલ્ડ માર્શલ અને આર્મી ચીફ સૈમ માણેકશાનું બહુ મોટું યોગદાન હતું. આ ફિલ્મ તેની વાર્તા પર આધારિત છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.