દવાથી વધારે ફાયદાકારક છે આ નાનકડા બીજ! કોલેસ્ટેરોલ જેવી 5 મોટી બિમારીઓ ભગાડે, કિંમત પણ સાવ નજીવી.
સ્વસ્થ રહેવા માટે ઉત્તમ ભોજન અને સારી જીવનશૈલી ખૂબ જરૂરી છે. આજકાલ મોટી સંખ્યામાં લોકો હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર, કબજિયાત, ડાયાબિટીસ અને સ્થૂળતાની સમસ્યાઓથી પીડિત છે. આજના સમયમાં લોકો પાસે સમયની ખૂબ અછત રેટ હોય છે અને તેના કારણે તેમની જીવનશૈલી બગડી રહી છે. તેનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી રહી છે અને ઘણી બીમારીઓ નાની ઉંમરમાં જ લોકોને પોતાનો શિકાર બનાવી રહી છે.
નાની ઉંમરે ગંભીર રોગોને થતાં ટાળવા માટે, ઘણીવાર જીવનશૈલી સુધારવાની સલાહ આપવામાં આવે છે. જો કે, કેટલાક ઘરેલું ઉપચાર પણ આ રોગોથી રાહત અપાવવા માટે ખૂબ અસરકારક હોઈ શકે છે. અળસીના બીજ પણ આમાંથી જ એક છે જે અનેક રોગો માટે રામબાણ સાબિત થઈ શકે છે. જો તેનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો તમારું સ્વાસ્થ્ય સુધારી શકાય છે. અહીં આપને અળસીના બીજ ખાવાના મોટા ફાયદા જણાવી રહ્યા છીએ.
હેલ્થલાઇન નામની એક વેબસાઇટના રિપોર્ટ અનુસાર, અળસીના બીજમાં સારી માત્રામાં પ્રોટીન, ફાઇબર અને ઓમેગા 3 ફેટી એસિડ જોવા મળે છે. આ બીજને કોઈપણ ખાદ્ય પદાર્થોમાં ઉમેરીને ખાઈ શકાય છે. ફ્લેક્સસીડ એ વિશ્વના સૌથી જૂના પાકોમાંથી એક છે. અળસીના બીજમાં ખાસ કરીને થાઇમિન, વિટામિન બીનું પ્રમાણ વધુ હોય છે, જે ઊર્જા ચયાપચયને વેગ આપવા સાથે કોષની કામગીરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ફ્લેક્સસીડ તરીકે ઓળખાતી અળસી આલ્ફા-લિનોલેનિક એસિડ (ALA) નો ઉત્તમ સ્ત્રોત છે. તે ઓમેગા-3 ફેટી એસિડનો એક પ્રકાર છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. ALA એ બે આવશ્યક ફેટી એસિડ્સમાંનું એક છે, જે તમારે તમારા ખોરાકમાંથી મવવું જોઈએ, કારણ કે તમારું શરીર તે ઉત્પન્ન કરતું નથી. ફ્લેક્સસીડમાં હાજર ALA બળતરા ઘટાડે છે અને કોલેસ્ટ્રોલને હૃદયની રક્ત વાહિનીઓમાં એકઠા થતા અટકાવે છે.
અળસીના બીજના 5 મોટા ફાયદા
- અળસીના બીજ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. દરરોજ 4 ચમચી અળસીના બીજ ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર 15% ઘટાડી શકાય છે.
- 1 ચમચી (7 ગ્રામ) ગ્રાઉન્ડ ફ્લેક્સસીડમાં 2 ગ્રામ ફાઇબર હોય છે, જે તમારી પાચન સમસ્યાઓમાં રાહત આપે છે. આ બીજ કબજિયાતના દર્દીઓ માટે રામબાણ બની શકે છે.
- દ્રાવ્ય ફાઇબરને લીધે, અળસીના બીજ બ્લડ સુગરનું સ્તર પણ ઘટાડી શકે છે. ટાઈપ 2 ડાયાબિટીસના દર્દીઓએ અળસીના બીજનું સેવન કરવું જોઈએ.
- ઘણા અભ્યાસો દર્શાવે છે કે અળસીના બીજ વજન ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. ફ્લેક્સસીડનું સેવન કરવાથી શરીરનું વજન, BMI અને પેટની ચરબી ઘટાડી શકાય છે.
- અળસી બીજ હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. ફ્લેક્સસીડ પાવડર સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક બંને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકે છે.