PAN Aadhar Link Status: તમારુ આધાર પાન કાર્ડ સાથે લીંક થયેલ છે કે નહિ ? ચેક કરો ઓનલાઇન ઘરેબેઠા
PAN Aadhar Link Status: આધાર પાન લીંક સ્ટેટસ: આપણી પાસે ઘણા ડોકયુમેન્ટ હોય છે. પરંતુ આ બધામા આધાર કાર્ડ અને પાન કાર્ડ ખૂબ જ અગત્યના ડોકયુમેન્ટ છે. આવકવેરા વિભાગે તમામ પાન કાર્ડ સાથે આધાર કાર્ડ ને લીંક કરવાનુ ફરજીયાત બનાવ્યુ છે. આમ તો આપણે મોટાભાગના એ આધાર અને પાન લીંક કરાવેલા હોય જ છે પરંતુ આપણે આધાર-પાન લીંક છે કે નહિ તે ખબર હોતી નથી. આજે આ પોસ્ટમા આપણે PAN Aadhar Link Status કેમ ચેક કરવુ તે જોઇશુ.
પાન આધાર લીંક કરવા માટે ઇન્કમ ટેકસ ડીપાર્ટમેન્ટ છેલ્લા ઘણા સમયથી ઝૂંબેશ ચલાવી રહ્યો છે. અને અગાઉ આ કામ ફ્રી મા કરી શકતા હતા. 30 જૂન 2022 સુધી આધાર-પાન લીંક માટે રૂ.500 લેટ ફી હતી. ત્યારબાદ આ લેટ ફી વધારી રૂ.1000 કરવામા આવી છે. જેની છેલ્લી મુદત તા.31 માર્ચ 2023 છે. 31 માર્ચ 2023 સુધીમા જો આધાર-પાન લીંક કરવામા નહિ આવે તો પાન કાર્ડ ઇનએકટીવ બની જશે. અને પાન કાર્ડ સાથે સંકળાયેલા ઘના કામ અટકી પડશે. એટલે આધાર પાન 31 માર્ચ પહેલા ઓનલાઇન લીંક કરાવી લેવા જોઇએ.
PAN Aadhar Link Status
આધાર અને પાન કાર્ડ લીંક થયેલા છે કે નહિ તે 2 રીતે જાણી શકાય છે. 1. ઓનલાઇન ઇન્કમ ટેકસ ડીપાર્ટમેન્ટ ની ઓફીસીયલ વેબસાઇટ પરથી અને 2. એસ.એમ.એસ. દ્વારા આપણે આ બન્ને રીતે કેમ સ્ટેટસ ચેક કરવુ તે જોઇશુ.
આવકવેરા વિભાગની સાઇટ પરથી
ઇન્કમ ટેકસ ડીપાર્ટમેન્ટ ની ઓફીસીયલ વેબસાઇટ પરથી સાવ સરળ રીતે આપણે PAN Aadhar Link Status ચેક કરી શકીએ છીએ. આ માટે નીચેની સીમ્પલ પ્રોસેસ ફોલો કરવાની રહેશે
સૌ પ્રથમ ઇન્કમ ટેકસ ડીપાર્ટમેન્ટ ની ઓફીસીયલ વેબસાઇટ https://www.incometax.gov.in ઓપન કરો.
ત્યારબાદ આ વેબસાઇટ મા જમણી બાજુ આપેલ Link Aadhar Status ઓપ્શન પર ક્લીક કરો.
ત્યારબાદ ઓપન થયેલા પેજમા તમારો પાન કાર્ડ નંબર અને આધાર કાર્ડ નંબર એન્ટર કરો.
જો તમારુ આધાર-પાન લીંક હશે તો તમને સ્ક્રીન પર મેસેજ દેખાશે. જેમા નીચે મુજબ લખેલ હશે.
Your PAN XXXXXXXXXX is already linked to given Aadhaar XXXXXXXXXXXX
જો તમારુ આધાર પાન લીંક નહિ હોય તો આધાર પાન લીંક નથી તેવો મેસેજ દેખાશે.
SMS થી સ્ટેટસ ચેક કરો
SMS થી આધાર પાન લીંક સ્ટેટસ ચેક કરવા માટે નીચે મુજબ પ્રોસેસ કરો.
સૌ પ્રથમ તમારા ફોનમા એક મેસેજ ટાઇપ કરો જેમા લખો UIDPAN ત્યારબાદ એક સ્પેસ છોડો.
ત્યારબાદ તમારો 12 આકડાનો આધાર નંબર લખો
ત્યારબાદ એક સ્પેસ આપો
ત્યારબાદ તમારો પાન કાર્ડ નંબર લખો.
આખો મેસેજ આરીતે દેખાશે. UIDPAN <આધાર નંબર> <પાન નંબર>
ત્યારબાદ આ મેસેજ ને 567678 અથવા 56161 પર મોકલી દો.
આધાર પાન લીંક નહિ હોય તો શું થશે ?
આધાર પાન લીંક નહિ હોય તો 31 માર્ચ બાદ તમારુ પાન કાર્ડ ઇનએકટીવ બની જશે. પાન કાર્ડ સાથે જોડાયેલા ઘણા કામ અટકી શકે છે. ખાસ કરીને પાન કાર્ડ ઇનએકટીવ હોવાથી બેંક ખાતા સાથે જોડાયેલા ઘણા કામ અટકી શકે છે.